
Thirty And Flying
Pop, upbeat, bright, catchy chorus · 2:37
“A joyful birthday song for Emma, who loves travelling and strong coffee. She is turning 30. Make it bright and a little cheeky, and put her name in the chorus.”
આવું જ એક બનાવો
પ્રસંગો
સોમી વાર એ જ “હેપ્પી બર્થડે ટુ યુ” નહીં — એક જ વ્યક્તિ, એમનું આ વરસ અને એમને માટે ગાનારા લોકો વિશેનું તદ્દન નવું ગીત.
આ ગીત બનાવોપહેલું ગીત મફત — કાર્ડની જરૂર નથી.
કેક કપાય, મીણબત્તી ઓલવાય, બધા તાળી પાડીને એ જ ચાર લીટી ગાય — ફક્ત નામ બદલાય. રિવાજ મજાનો છે, પણ એમાં એ વ્યક્તિની કોઈ વાત નથી હોતી. આ વરસે એણે શું કર્યું, કઈ ચા વગર એની સવાર નથી પડતી, કયા મિત્રો એની એક બૂમે દોડી આવે — આવી વાતો પરથી બનેલું ગીત એવી ભેટ છે જે બીજું કોઈ આપી જ ન શકે.
તમે થોડા ટૂંકા પ્રશ્નોના જવાબ આપો અથવા એમના વિશે બે-ચાર વાક્ય લખો. AI શબ્દો લખે છે, ધૂન બનાવે છે, સાચા અવાજમાં ગાય છે અને કવર પણ દોરે છે — બધું લગભગ એક મિનિટમાં. હાથમાં આવે છે બે-ત્રણ મિનિટનું પૂરું ગીત, અંતરા અને મુખડા સાથે, જેના મુખડામાં એમનું નામ ગુંજે. પાર્ટીમાં વગાડો, મિત્રોના ગ્રુપમાં મોકલો કે આવતા દસ જન્મદિવસ સુધી સાચવી રાખો.

Pop, upbeat, bright, catchy chorus · 2:37
“A joyful birthday song for Emma, who loves travelling and strong coffee. She is turning 30. Make it bright and a little cheeky, and put her name in the chorus.”
આવું જ એક બનાવોનામ, જે રીતે મિત્રો ખરેખર બોલાવે છે — કેક પર “જિગ્નેશ”, પણ મુખડામાં “જીગો”.
ઉંમર, જો એ ગર્વ લેવા જેવો પડાવ હોય: અઢાર, પચીસ કે પચાસ — દરેકનો રુઆબ જુદો.
આ વરસની એક મોટી વાત: નવી નોકરી, નવું ઘર, પહેલી કમાણી, સગાઈ કે પરદેશ જવાના વિઝા.
એમની ઓળખ બની ગયેલી ટેવ કે તકિયાકલામ — “હું તો ક્યારનો નીકળી ગયો છું”, કટિંગ ચાની જીદ, ગરબામાં એ જ એક સ્ટેપ.
ઉજવણી ક્યાં છે: સોસાયટીની અગાસી, ફાર્મહાઉસ, મિત્રનું ઘર કે ત્રણ દેશોમાંથી જોડાતો વીડિયો કૉલ.
આવતા વરસ માટે એક સીધીસાદી શુભેચ્છા — વધુ ફરવાનું, ઓછી ભાગદોડ, પોતાનું ઘર.
ગીત કોના તરફથી છે. મિત્રોનાં નામ ગણાવતી એક લીટી આખા ગીતને સૌની સહીવાળું કાર્ડ બનાવી દે છે.
મીણબત્તી ઝગમગે ને ગુંજે તારું નામ,
કિંજલ, આજે અટકાવો બાકી બધાં કામ,
ગયું વરસ મીઠું, આવતું એથી ખાસ —
તાળી પાડો સૌ, કિંજલનો જન્મદિવસ!
જન્મદિવસનું ગીત ફક્ત પૉપ જ હોય એવું જરૂરી નથી. વ્યક્તિ પ્રમાણે પસંદ કરો:
શૈલી નક્કી ન થાય તો વ્યક્તિનું વર્ણન કરો, શૈલીનું નહીં — ગીત પોતે એ દિશામાં જશે.
નામ, યાદો, તમને જોઈતો મૂડ. જે ન ગમે તે છોડી દો.
શબ્દો, ધૂન, અવાજ અને કવર આર્ટ — તમારા જવાબો પરથી રચાયેલું.
MP3 ડાઉનલોડ કરો, લિંક શેર કરો, અથવા ત્યાં જ વગાડો.
હા. એ તમારા માટે કોણ છે અને એમની બે-ચાર વાતો લખો; શબ્દો એ જ વ્યક્તિ માટે લખાય છે — જિગરી દોસ્ત હોય, સાઠ વરસના થતા સાહેબ હોય કે ડાયનોસોરનો શોખીન પાંચ વરસનો ભાણિયો.
નામ શબ્દોમાં જાય છે અને ગાયક એને ગાય છે, મોટે ભાગે મુખડામાં. હુલામણું નામ, બીજા લોકોનાં નામ અને જગ્યાઓ પણ ઉમેરી શકાય.
વર્ણનમાં ઉંમર લખશો તો શબ્દોમાં ગૂંથી શકાય છે. જો એમને આંકડો મોટેથી ગવાય એ ન ગમે, તો લખશો જ નહીં.
હા, ગીત બનતાં લગભગ એક મિનિટ લાગે છે. MP3 તરત ડાઉનલોડ કરો કે લિંક મોકલો, જન્મદિવસના દિવસે જ પણ.
નવા એકાઉન્ટ પર પહેલું ગીત મફત છે, કાર્ડની જરૂર નથી. પછીનાં ગીતો માટે સબ્સ્ક્રિપ્શન કે એક વખતના પૅકના ક્રેડિટ વપરાય છે — વિગતો કિંમતોના પાના પર છે.
કહો કે ગીત કોના માટે છે અને શું થયું. બાકીનું અમે સંભાળી લઈશું.